અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે ૩/૪

 અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે ;

મનમોહન નટવરની મૂર્તિ, તે વિના કાંઇ ન સુહાવે રે.                         ૧
દાદુર* મીન બેઉ જળનાં સ્નેહી, જળમાં રહે જળ પીવે રે ;
નીર વિના દાદુર તન રાખે, જળ વિના મીન ન જીવે રે.                       ર
મીન તણી ગતિ થઇ છે અમારે, નીર તે નંદ દુલારો રે ;
તમેં તો મોટા કૃષ્ણના કાકા, જોઇને જોગ વિચારો રે.                            ૩
જોગ તો ઉદ્ધવ તે કરે, જેને વહાલા નહીં ઘનશ્યામ રે ;
જેનું શરીર અરોગી તેને, ઔષધનું શું કામ રે,                                      ૪
લાખ વાતુની એક જ વાત છે, કૃષ્ણ અમારા પ્રાણ રે ;
બ્રહ્માનંદ કહે બીજી રીતે, અમને ન થાય સુવાણ રે.                              પ
*દાદુર - દેડકો
 

મૂળ પદ

મથુરાથી મોહન પાસેથી

મળતા રાગ

તેરે દ્વારપે આઉંગી.. (એ રાગ)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી