કહોને ઉદ્ધવજી વ્રજની કયારે, વાત કરે છે વહાલો રે ૪/૪

કહોને ઉદ્ધવજી વ્રજની કયારે, વાત કરે છે વહાલો રે ;
કયારેય કહે છે જે નંદ-જશોદાને, મળવા કાજે ચાલો રે.
કયારેય કહે છે કંસથી છાના, ગોકુળમાં અમે રહેતા રે ;
મારગમાં રોકી મહીઆરી, લુંટીને મહી લેતા રે.
કયારેય કહે છે જમુના-જળમાં, નિત્ય નિત્ય રમતાં નહાતા રે ;
ગોપીના ઘરમાં પેસીને, મહી-માખણને ખાતા રે.
કયારેય કહે છે વનમાંહી જાતા, સર્વે ગોવાળા સાથે રે ;
ગુંજાના હાર ગળા માંહી પહેરીને, મેલતા છોગલાં માથે રે.
ઉદ્ધવજી અમને કહી રાખો, રસિયાજીની રીતિ રે ;
બ્રહ્માનંદ કહે કેવીક થઇ છે, કુબ્જા સંગાથે પ્રીતિ રે.

મૂળ પદ

મથુરાથી મોહન પાસેથી

મળતા રાગ

તેરે દ્વારપે આઉંગી.. (એ રાગ)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી