જોગનો સંદેશો લાવ્યા રે, ઉધાજી ! તમે જોગનો સંદેશો લાવ્યા ૨/૪

જોગનો સંદેશો લાવ્યા રે, ઉધાજી ! તમે જોગનો સંદેશો લાવ્યા. ટેક.
મન હરી લીધું હરિએ, શેણે કરી ધ્યાન ધરીએ ;
કહોને હવે કેમ કરીએ રે. ઉધા૦ ૧
જોગની જુગતી ભારી, અમે ભોળી વ્રજ નારી ;
બહાંરે જોઇએ ગિરિધારી રે. ઉધા૦ ર
છેલોજી નાંખે છે છોળું, બહાંરે નોય તો માંહ્ય ખોળું ;
નિતર્યા ને શાને ડોળું રે. ઉધા૦ ૩
બ્રહ્માનંદ કહે જોગી થાશું, તો અમે મથુરાં જાશું ;
પ્યારાજીને મહીડાં પાશું રે. ઉધા૦ ૪

મૂળ પદ

કાનજી શું કહી મેલ્‍યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી