રસિયાની કહોને રીતિ રે, ઉધાજી અમને રસિયાની કહોને રીતિ ૩/૪

રસિયાની કહોને રીતિ રે, ઉધાજી અમને રસિયાની કહોને રીતિ. ટેક.
ઉધાજી તમે ભલે આવ્યા, અમારા અંતરમાં ભાવ્યા ;
શ્યામનો સંદેશો લાવ્યા રે. ઉધા૦ ૧
લોકમાં ચાલી છે વાણી, કુબ્જાને કીધી રાણી.
વહાલાજીની વાત જાણી રે. ઉધા૦ ર
કુબ્જા કંસની દાસી, ખુબ બની જોડ ખાસી ;
લોકડિયાં કરે છે હાંસી રે. ઉધા૦ ૩
બ્રહ્માનંદ કહે રંગ ઢાળ્યો, કુબડીનો ઘર ભાળ્યો ;
જદુકુળ અજવાળ્યો રે. ઉધા૦ ૪

મૂળ પદ

કાનજી શું કહી મેલ્‍યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી