અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા ૨/૪

અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા ; 

અમારે મંદિરિયે આવ્યા રે, રંગભીનો રાજન અમારે મંદિરિયે આવ્યા. ટેક.
કલ્પાંતની ભાંગી છેટી રે, ભાવ કરી ભૂધરને ભેટી ;     
અલબેલે ઉણપ મેટી રે,                                                                      રંગ૦ ૧
હરખ ન માયે હેલી રે, મળી હું તો લજ્જા મેલી ;         
આનંદની માતી એલી રે,                                                                     રંગ૦ ર
પૂર્વની પ્રીતિ જાણી રે, અમ ઉપર મેહેર આણી ;         
મુખડાનું રાખ્યું પાણી રે,                                                                     રંગ૦ ૩
મંદિરિયે આવ્યા મોરારી રે, આનંદ થયો છે ભારી ;     
બ્રહ્માનંદ બલિહારી રે,                                                                        રંગ૦ ૪
 

મૂળ પદ

મોરલી મધુરી વાઇ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી