ગોકળિયું તો ઘેલું કીધું રે, ગોકળિયું તો ઘેલું કીધું ૪/૪

ગોકળિયું તો ઘેલું કીધું રે, ગોકળિયું તો ઘેલું કીધું ;      
ગોકળિયું તો ઘેલું કીધું રે, ધુતારે વહાલે ગોકળિયું તો ઘેલું કીધું.   ટેક.
જળહળ તેજ જરકસને જામે રે, પેખે સર્વે અચરજ પામે ; ભરમાણી જોયાને ભામે રે.        ધુતા૦ ૧
ન જણાયે મળ્યો કે ન્યારો રે, અજબ કળા અતિ આલિગારો ;ધરનો એ છે ધુતારો રે,   ધુતા૦ ર
આંખુંને ઉલાળે ચાળે રે, લીધું મન લટકાળે ;વાંકડી કલંગી વાળે રે,   ધુતા૦ ૩
બ્રહ્માનંદ છબી નિરખી રે, હીયડે વ્રજ નારી હરખી ;સરવે કીધી પોતા સરખી રે,      ધુતા૦ ૪

મૂળ પદ

મોરલી મધુરી વાઇ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી