પધારોને પધારોને સહજાનંદ પ્રાણ પ્યારા અમે છીએ વિયોગી તમારા ૧/૧

 પધારોને પધારોને સહજાનંદ પ્રાણ પ્યારા;
	અમે છીએ વિયોગી તમારા...ટેક.
કોલ દીધો છે અમને વાલા, આવશું મળવા તમને;
તે દિવસની રાહ જોઈએ છીએ, કેદી મળશો અમને;
	વાટડી જોઈએ છીએ તમારી, અમે તો એક જ ધારા...અમે૦ ૧
પત્ર લખીને પ્રેમ દેખાડો, છેટા રહીને સ્વામી;
તમે નથી આવતા એવી, શું છે અમમાં ખામી ?
	કહી બતાવો તો ટાળીએ વાલા, બાળક છીએ તમારાં...અમે૦ ૨
આવો આવો શું લલચાવો, આવું ન શોભે તમને;
પધારો પ્યારા હેત કરીને, રાજી કરો હરિ અમને;
	જેવું માગો તેવું દઈએ, પધારો પ્રાણ અમારા...અમે૦ ૩
રાજી છીએ રાજી એવું, રોજ કહો છો અમને;
રાજી હો તો દર્શન દેવા, આવોને કહીએ તમને;
	જ્ઞાનજીવન કહે રાજી થાશું, આવોને હૃદય અમારા...અમે૦ ૪ 
 

મૂળ પદ

પધારોને પધારોને સહજાનંદ પ્રાણ પ્યારા

મળતા રાગ

પધારોને પધારોને સહજાનંદ પ્રાણ પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0