મનડું મોહ્યું છે મારું, નંદને દુલારે રે ૨/૮

મનડું મોહ્યું છે મારું, નંદને દુલારે રે ;
દેખીને લોભાણી હું તો નેણુને નજારે રે. મન૦ ટેક.
ચટક રંગીલો ફેંટો, પાઘડલી પેચાળી રે ;
ચકિત થઇ છું હું તો, રસિયો નિહાળી રે. મન૦ ૧
ઘરડાંનો ધંધો ભૂલી, મોરલીને તાને રે ;
લગની લાગી છે મારી, વહાલાજીને વાને રે. મન૦ ર
રંગનો રંગીલો છેલો, અંગને મરોડે રે ;
નેણું સાથે નેણાં આવી, જોરે જોરે જોડે રે. મન૦ ૩
ચિત્તડું ચોર્યાને અર્થે, દેખે દહાડી દહાડી રે ;
બ્રહ્માનંદ કેરે વહાલે, મોહિની લગાડી રે. મન૦ ૪

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી