જનમ સુધાર્યો વહાલે, કુંજને બીહારી રે ૫/૮

જનમ સુધાર્યો વહાલે, કુંજને બીહારી રે ; મેહેર કરીને માવે, બાંહ્ય ગ્રહી મારી રે.   જનમ૦ ટેક૦
ભાવથી હૈયામાં ભીડી, બીડી મુખ આપી રે ;સર્વે સૈયરમાં મુને, માનીતી કરી થાપી રે.       જનમ૦ ૧
આંગણિયે આવીને મારે, મોરલી વજાડી રે ;રસિયે લગાડી મુને, રંગડાની રાડી રે.    જનમ૦ ર
પ્રીતડી બંધાણી મારી, શામળિયાની સાથે રે ;હેતમાં બોલાવી આવી, નટવર નાથે રે.  જનમ૦ ૩
કાનડાને કેડે હું તો સર્વે મેલી ચાલી રે ;બ્રહ્માનંદ કેરે વહાલે, કીધી મુને વહાલી રે.       જનમ૦ ૪ 

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી