આવો રે વહાલાજી વારી, મોરલી વજાતા રે ૬/૮

 

આવો રે વહાલાજી વારી, મોરલી વજાતા રે ;
રસિયા સલૂણા કાના, રંગડાના રાતા રે. આવો૦ ટેક૦
રૂપાળો લાગે છે માથે, ફૂલડાંનો તોરો રે ;
ગજગતિ ચાલે મારા, ચિત્તડાને ચોરો રે. આજ૦ ૧
મોરલી સુણીને મેં તો, આશા મેલી બીજી રે ;
પ્રાણના સનેહી તારા, રંગમાં હું રીજી રે. આજ૦ ર
લટકાં કરો છો રૂડાં, પીતાંબર પહેરી રે ;
કમલ સરીખે નેણે, હેતે મુને હેરી રે. આજ૦ ૩
બ્રહ્માનંદ કેરા વહાલા, વહાલ વધારો રે ;
પ્રીતડી કરીને મારે, મંદિર પધારો રે. આજ૦ ૪

 

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી