શામળિયા સલૂણા કેરા, હું તો રૂપમાં લોભાણી રે ૭/૮

શામળિયા સલૂણા કેરા, હું તો રૂપમાં લોભાણી રે ;
નેણું કેરી સાંને મારું, લીધું ચિત્ત તાણી રે. શ્યા૦ ટેક૦
ગઇ'તી પાણીડું ભરવા, બેડલું ઉપાડી રે ;
રસિયો જોઇને રહી, ન અંતરની આડી રે. શ્યા૦ ૧
જમુનાને આરે ઉભો, રંગડાનો ભીનો રે ;
આંખડલીનો ચાળો ઢાળો, અલૌકિક એનો રે. શ્યા૦ ર
ડોલરિયાને દેખી હું તો, બીજું સર્વે ભૂલી રે ;
કાનડાના કેફમાં, ફરું છું બેની ફૂલી રે. શ્યા૦ ૩
બ્રહ્માનંદ કેરો વહાલો, દીઠો વનમાળી રે ;
તે દહાડાથી લાગી મારે રંગડાની તાળી રે. શ્યા૦ ૪

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી