સાચું કહો શામળિયા વહાલા, જાગ્યા કેને સંગેરે ૮/૮

સાચું કહો શામળિયા વહાલા, જાગ્યા કેને સંગેરે ;
રૂપાળો બાંધ્યો છે રેંટો, અતિ ઉછરંગે રે. સા૦ ટેક૦
તોતળાં બોલો છો વેણાં, નેણાં નિંદે ઘેર્યા રે ;
ઉતાવળા ઉઠતાં વસ્ત્ર, જેમ-તેમ પહેર્યાં રે, સા૦ ૧
સાંસે ભર્યાં આવ્યા તમે, એવા કેથી બિના રે ;
થયું તેમ કહોને હવે, રંગડાના ભીના રે. સા૦ ર
કહો તો અમે સમ ખાઇએ, કેને નવ કહીએ રે ;
છાનું તો નહીં રહેશે વહાલા, અમે સર્વે ભેળાં રહીએ રે ; સા૦ ૩
બ્રહ્માનંદ કેરા સ્વામી, રીઝી ભીંજી રહ્યા છો રે ;
મોતીડાથી મોંઘા તે તમે, સોંઘા કેને થયા છો રે. સા૦ ૪

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી