આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવા આપો દર્શન સેવા ૧/૧

 આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવા આપો દર્શન સેવા;
	કરી કરુણા ને મારો જનમ સુધારો...ટેક.
પ્રીતમપ્રાણ હૈયા મારા આનંદ અનેરો;
સ્વાગત માટે ઊભો છે આ લાખો ભક્ત ઘેરો;
	આપો સહુને સુખ મારી વિનંતી સ્વીકારો...આવો૦ ૧
માંઘા માવા ચિત્ત મારું તુજમાં તણાય છે;
વાલા તારા ગુણ ગાવા મન હરખાય છે;
	આવો તમે મારા સ્વામી નેહમાં નવારો...આવો૦ ૨
મારા વાલા સંતોને પ્યારા પ્યારા ભક્તોને;
આપો તવ દિવ્ય સુખ વાલા મારું માનોને;
	જ્ઞાનજીવન પગે પડી કરગરે બિચારો...આવો૦ ૩
 

મૂળ પદ

આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવા આપો દર્શન સેવા

મળતા રાગ

આવો પધારો, આનંદ વધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0