દીનાનાથ-દયાળ હો, દીનનકે બંધુ ૩/૪

દીનાનાથ-દયાળ હો, દીનનકે બંધુ ;
દયા કરીજે દાસપર, સુંદર સુખસિંધુ. દીના૦ ટેક.
કોઉકું બળ ગઢ ગામકો, કોઉકે પરિવારા ;
હમકું બળ એક રાવરો, પુરુષોત્તમ પ્યારા. દીના૦ ૧
મન વચ કર્મ કરીકે ગ્રહ્યો, એક શરન તુમારો ;
અંતર બહાર અરીનકું, તુમ નાથ નિવારો. દીના૦ ર
અચલ ભરોંસો આપકો, નિશ્ચે, મનમાંહી ;
હિતકારી સંસારમેં, તુમ બિન કોઉં નાહીં. દીના૦ ૩
જેસે પુતરી કાષ્ઠકી, નાચત ઘર માથે ;
બ્રહ્માનંદ કળ યાહીકી, કારીગર હાથે. દીના૦ ૪

મૂળ પદ

મેં વારી તવ નામપર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી