આવો રે મારે આંગણિયે પ્યારા હરિ પધારો મારે મંદિરિયે સર્વોપરિ; ૧/૧

 

આવો રે મારે આંગણિયે પ્યારા હરિ, પધારો મારે મંદિરિયે સર્વોપરિ;
તમને જોતા આનંદ થાય છે, હેતે હૈયું મારંુ જાય છે ઠરી... ટેક
માધુરી મૂરતિ સુખથી ભરેલી, હૈયે વસી મારે હેતે ભરેલી;
હૈયામાં રાખું હેતેથી હરિ, સદાય રહું હું બાથ જ ભરી... આવો-૧
શય્યામાં સુવારી તન મન વારી, હૈયા ઉપર રાખુ પ્યારા હરિ;
મારું સુખ સર્વે તમારંુ જ કરી, સ્નેહે રહો તમે મુજમાં ઠરી... આવો-૨
હેતમાં ને હેતમાં હૈયે રહો વળગી, પળ ના કરશો પીયુ મને અળગી;
જ્ઞાનસખીને એક તમારી જ કરી, સંગાથે રાખજો સદાય હરિ... આવો-૩

મૂળ પદ

આવો રે મારે આંગણિયે પ્યારા હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0