હાંરે હો લાગી મેરી પ્રિયે સંગ પ્રીત રે ૪/૪

હાંરે હો લાગી મેરી, પ્રિયે સંગ પ્રીત રે હો. લા૦ ટેક૦
મેં તેરી તૂં પ્રીતમ મેરા, અરસપરસ એક તાર ;
મનકી ઉલટ ભઇ ગતિ મેરી, ક્યા જાણે સંસાર રે હો. લા૦ ૧
લોક કહે મોય ભઇ બાવરી, છોડી સબ જગ લાજ ;
તુમસેં મેરી લગન લગી હે, કહાં ઓરસે કાજ રે હો. લા૦ ર
સુંદર વદન કમલ દલ લોચન, સુભગ મનોહર ચાલ ;
મેરા મન ગુલતાન ભયા હે, લટકે તેરે લાલ રે હો. લા૦ ૩
ચંગી* રંગી પહર ચાખડી, છડી અજબ લે હાથ ;
બ્રહ્માનંદ કહે રહો એહિ છબી, નેનું આગે નાથ રે હો. લા૦ ૪
*સુંદર, ઉત્તમ

મૂળ પદ

હાંરે મેં તો બંદી તેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી