નંદના લાલા, તમે ઓરા આવો..૧/૪

નંદના લાલા, તમે ઓરા આવો.
તમેં તો ઓરા આવો, તમે ઓરા આવો, હસીને બોલાવો. નંદ૦
આંગણિયે મારે આવીને રે, તમે ઘેરે મધુરે સ્વરે ગાવો ;
મોહન વાજો રૂડી મોરલી રે, માંહી ઢાળ અલૌકિક લાવો. તમે૦ ૧
છોગલીયે તારે શ્યામળા રે, વારી મોતીડાં લટકાવો,
બાંધો નૌતમ બેરખા રે, મારાં ચિત્તડાંને લલચાવો. તમે૦ ર
માવા તમારી મૂર્તિ રે, મારા અંતર માંહી ઠેરાવો ;
બ્રહ્માનંદના વાલમા રે, કાના કંથ અમારા કહાવો. તમે૦ ૩

મૂળ પદ

નંદના લાલા, તમે ઓરા આવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી