જીવું છું જોઇને સલૂણા મારા છેલા..૨/૪

જીવું છું જોઇને સલૂણા મારા છેલા.      
સલૂણા મારા છેલા, સલૂણા મારા છેલા, છો રંગના રેલા.   જીવું૦
અમથી ન રહેતા વેગળારે, ઘડી પ્રાણજીવન તમે પહેલા ;
મંદિર અમારું પરહર્યું રે, કહોને ગિરધર ! થયા કેમ ઘેલા.       સલું૦ ૧
બહુ હેત બોલાવતા રે, તમે વહાલમ વહેલા વહેલા ;    
પાડ અમારો નથી પૂછતા રે, કહોને કે સંગ નેહ કરેલા.    સલું૦ ર
મારે ઘેર તમે માવજી રે, આવી અલવ કરો અલબેલા ; 
બ્રહ્માનંદના વહાલમા રે, આવો ભૂધર રંગ ભરેલા.         સલું૦ ૩ 

મૂળ પદ

નંદના લાલા, તમે ઓરા આવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી