વ્રજના જીવન, તમ પર વારી..૩/૪

વ્રજના જીવન, તમ પર વારી,
તમ પર વારી, હું તમ પર વારી, છો હાર હજારી, વ્રજ૦
માવા , રંગીલું તારૂં મોળિયું રે, માંયે નવલ કલંગી સારી ;
તે જોઇને મારા વાલમા રે, નિત્ય નેણુ ઠરે છે મારી. હું તમ૦ ૧
માણીગર, તારી મૂર્તિ રે, મુને પ્રાણ થકી છે પ્યારી ;
અહોનિશ રાખું મારી આંખમાં રે, વારી નિમિષ ન મેલું ન્યારી. હું તમ૦ ર
તોડી સૌ સંસારથી રે, એક તમ સંગ કીધી યારી ;
શ્યામ છોગાળા તારે ઉપરે રે, જાય બ્રહ્માનંદ બલિહારી. હું તમ૦ ૩

મૂળ પદ

નંદના લાલા, તમે ઓરા આવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી