અલબેલાજી લાગી આંખડલી રે..૪/૪

 અલબેલાજી લાગી આંખડલી રે,          અ૦

અલબેલા પ્રીતમજીની આંખી, શરદ કમલ કેરી પાંખલડી રે.   અ૦ ૧
રંગના ભીના કાનકુંવર કેરી, થઇ છે અચાનક ઝાંખલડી રે.   અ૦ ર
જમુનાને તીરે જોઇને અકેલી, નટવર મુજ પર નાંખડલી રે.     અ૦ ૩
બ્રહ્માનંદના નાથની અંતર, થઇ છે અલૌકિક ધાંખડલી રે.        અ૦ ૪
 

મૂળ પદ

અલબેલા આવો મારે ઓરડીયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી