મોહન ચાલ્યા મેલી, મથુરા મોહન ચાલ્યા મેલી..૧/૮

મોહન ચાલ્યા મેલી, મથુરા મોહન ચાલ્યા મેલી;
કેમ કરીએ સાહેલી, મથુરા મોહન…. ટેક
આવ્યો અકરૂર ચાલ્યો જીવન લઇને,
આંઇ કોણ આપણો બેલી. મથુરા. ૧
અતિ કરૂર એનું નામ અકરૂરજી;
પાડનારી પણ ઘેલી. મથુરા. ૨
મેલો મરજાદા આવો ઝાલીયે જીવનને;
જાશે કેમ આપણને ઠેલી. મથુરા. ૩
ભૂમાનંદ કહે કોરે કાળજને;
હરિવરની હાસ ખેલી. મથુરા. ૪

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી