ગોકુલમાં ગિરધારી, નહિ આવે ગોકુળમાં ગીરધારી..૨/૮

ગોકુલમાં ગિરધારી, નહિ આવે ગોકુળમાં ગીરધારી,તોડી ચાલ્યા દોસ્તારી,  નહિ આવે. ટેક.
મથુરા નગરની નાર છે ધુતારીઓ,નાથ છે નવલ વિહારી.  નહિ આવે. ૧
રૂપ લાવનતા ગુણ એના જોઇને,મેલશે આપણને વિસારી.  નહિ આવે. ૨
રહોને છાના તમે શેને રોવો છો;એ તો વાત ન ઉચ્ચારી.  નહિ આવે. ૩
ભૂમાનંદનો નાથ આજ ચાલ્યા;આવી પડ્યું દુઃખ ભારી.  નહિ આવે. ૪ 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી