જીવન જીવતાં કરો.ગોકુલવાસી જીવન જીવતાં કરો;.૩/૮

જીવન જીવતાં કરો,  ગોકુલવાસી જીવન જીવતાં કરો;
વાલા રથ પાછો કરો,  ગોકુલવાસી. ટેક.
શોક સાગરમાં જાયે તણાણાં;
કાઢી કિનારે ધરો……  ગોકુળવાસી. ૧
વાલા વિયોગે દારૂણ દુઃખ છે;
હરિવર તમે હરો….  ગોકુળવાસી . ૨
આઠું જામ અમે જોયે મુખારવિંદ;
આંખ્યું આગે ફરો …. ગોકુળવાસી.૩
ભૂમાનંદ કહે કહાવો ક્રિપાળું,
ક્રુરપણું પરહરો ….. ગોકુળવાસી. ૪ 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી