જીવત કેમ કરી જાયે, જીવન વિના.જીવત કેમ કરી જાયે,૪/૮

જીવત કેમ કરી જાયે,  જીવન વિના.જીવત કેમ કરી જાયે,
અંતરે શાંતિ ન થાયે,  જીવન વિના. ટેક
સુનુ ગોકુળ ઘાટ જમુનાજીનો,
સુનો ખાવા ધાયે….  જીવન વિના. ૧
હેતે કરી હરિ ભિડતા હૈયામાં,
રાસ - ક્રીડામાંયે…  જીવન વિના. ૨
અતિ સુખીયાં કરીને અમને,
મેલી ગયા વિલાયે* …..  જીવન વિના. ૩
ભૂમાનંદના નાથને કહો જે,
અધરામૃત રસ પાયે….  જીવન વિના. ૪

વિલાયે*=લુચ્ચાઈથી 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી