અરજી એક અમારી, ઉદ્ધવજી અરજી એક અમારી..૫/૮

 અરજી એક અમારી, ઉદ્ધવજી અરજી એક અમારી,

કરજો કાંનપે પોકારી, ઉદ્ધવજી અરજી…                        ટેક
ઘાયલ કરી મેલ્યાં ઘરમાં અમને,
પેરાવી પ્રેમ કટારી…                                                    ઉદ્ધવજી. ૧
આઠું જામ એની રે છે આલોચના,
નેણુમાં વહે છે વારી….                                                 ઉદ્ધવજી. ૨
વાલી કરી મથુરાંની વિનતા,
અમને મેલ્યાં વિસારી….                                               ઉદ્ધવજી. ૩
ભૂમાનંદને વાલે કરી સુખીયાં,
વળતી દેખાડ્યું દુઃખ ભારી…                                        ઉદ્ધવજી. ૪
 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી