કુબજાને વશ થયા, સખી કાન કુબજાને વશ થયા..૬/૮

કુબજાને વશ થયા, સખી કાન કુબજાને વશ થયા,
નહિ આવે આપણી દયા, ….  સખી કાન. ટેક
કાંમણ કરી કુબજાએ નાંખ્યાં,
હાથ જોડી હાજર રહ્યા….  સખી કાન. ૧
કંસની દાસી અંગે કુબડી,
ગુણ એના ન જાય કહ્યા…..  સખી કાન. ૨
ચર્ચી ચંદન કર્યા ઓશીયાળા,
ઘેરે એને ચાલી ગયા....  સખી કાન. ૩
ભૂમાનંદનો નાથ દગાદાર,
આગે એને નવ લયા…  સખી કાન. ૪ 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી