એટલી સોબત સારી, સખી એની એટલી સોબત સારી..૭/૮

 

એટલી સોબત સારી, સખી એની એટલી સોબત સારી
નાખ્યાં નથી જીવથી મારી, સખી એની. ટેક
વગર ગુને વાલીને મારી નાંખ્યો, આપણને ગયો ઉગારી… સખી એની. ૧
સુર્પણખાનાં કાન નાક કાપ્યાં, થવા આવી હતી એની નારી સખી એની…૨
બળી રાજાનું રાજ લઇ લીધું, વળતી દેખાડ્યું દુઃખ ભારી સખી એની. ૩
ભૂમાનંદ કહે નિરાશી સુખીયાં, પિંગલા કહી ગઇ પોકારી સખી એની. ૪

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી