પિતાંબર પેરતા રે, ઉદર આંટો લઇને..૩/૪

પિતાંબર પેરતા રે, ઉદર આંટો લઇને;
કટી ઉપર લાવતા રે, હથેલીયે વળ દઇને. ૧
જમવાને જીવન રે, ચાલતા ચાખડીએ;
મખમલની ગાદીએ રે, બેઠા જોયા આંખડીએ. ર
પલાંઠી વાળીને રે, પાવ પર પાવ કરી;
જમણા કરઉપર રે, કપાળને વાલો ધરી. ૩
કેરી કરમાં લઇને રે, ચુસતા બહુ સ્વામિ;
સભાને થાતાં દર્શન રે, જમે અંતરજામિ. ૪
અન્ન આવતાં થાળમાં રે અનંત પરકાર;
જમતા જળ પીતા રે, વાલો વારંવાર. પ
અતિસ્વાદુ ભોજનને રે, વખાણતા જાતા હરિ;
દેતા રસિક જનને રે, પ્રસાદી ક્રીપા કરી. ૬
શ્ચેત ચાદર ઓઢતા રે, કાન ઉઘાડા રાખી;
જમતા ડાબો હાથ રે, ઢીંચણ ઉપર નાંખી. ૭
ચળુ કરી ખોતરતા રે, દંત રૂપાની સળીયે;
મુખ મંજન કરતા રે, કરી કરી કોગળીયે. ૮
કરાવતા પૂજા રે, વાલો અઢળક ઢળી;
હાર હરિજનના રે, પેરતા હેત કરી. ૯
હરિજન હથેળીમાં રે દાણા એલચી ધરતા
ચપટીમાં લઇને રે, મુખવાસ કરતા. ૧૦
તોરા ગજરા બાજુ રે, ગુલાબના હાર ઘાલી;
ભૂમાનંદનો વાલો રે, જોતા આવતા ચાલી. ૧૧

મૂળ પદ

અતિ ચાલ્‍ય ઉતાવળી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી