લાધ્યો હરિવર હીરલોજી રે, વિંટી વળી વ્રજનાર રે૩/૪

લાધ્યો હરિવર હીરલોજી રે, વિંટી વળી વ્રજનાર રે;
લાધ્યો હરિવર હીરલોજી રે…..ટેક
મૂર્તિ મનોહર જોઇનેજીરે, પામ્યાં સુખ અપાર રે..૧
મોર મુગટ માથે ધર્યોજીરે, ગળે ગુલાબના હાર રે…૨
કાંતિમાં ઝાંખા કર્યાજીરે, કાનવર કોટીક માર રે…૩
ભૂમાનંદનો નાથ છે જીરે, નેણુંનો શણગાર રે…૪

મૂળ પદ

આવો આવો અલબેલડાજીરે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી