પધારો પ્રાણથી પ્યારા મારા સહજાનંદ સ્વામી ૧/૧

પધારો પ્રાણથી પ્યારા, મારા સહજાનંદ સ્વામી
તમારી રાતદિ' વ્હાલા, રાહ જોઉં છું હે સ્વામી... ટેક.
રાત તો આ મને અતિ, લાંબી લાંબી લાગે પિયા,
દિવસે તો કશું કામ, નથી સૂજતું મારા હૈયા;
સદાયે છબી એક તારી, મને સાંભરે હે સ્વામી...પધારો૦ ૧
આ શય્યા તો તુજ વિના, મારા વાલમ છે નકામી,
તમેં તો છો અતિ નિર્લેપ, મહાસુખકારી અકામી;
તમારા પ્રેમ વિના વાલા, કેમ જીવાયે હે સ્વામી...પધારો૦ ૨
આવો ને આવો હે પ્યારા, આજ અમારે આંગણિયે,
દિનબંધુ દયા કરી, દોષો અમારા ના ગણીએ;
તમારી જ્ઞાનસખી તલસે, તમારા પ્રેમમાં સ્વામી...પધારો૦ ૩

મૂળ પદ

પધારો પ્રાણથી પ્યારા

મળતા રાગ

બહારો ફૂલ બરસાવો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0