હો લટકાળા મોહન લેહેરી, પાઘડલી ગુલાબી બાંધો ગેહેરી ૨/૪

હો લટકાળા મોહન લેહેરી, પાઘડલી ગુલાબી બાંધો ગેહેરી. હો૦
જરકસીયો જામો પાયજામો, પ્રીતમ પધારો મારે ઘેર પેહેરી. હો૦ ૧
રેંટો લાલ કમર કસ લીજે, સુંદર અજબ સોનેરી. હો૦ ર
કાનકુંવર રાજે અતિ કાને, શોભા નીકી મોતીડાં કેરી. હો૦ ૩
બ્રહ્માનંદરા નાથ વિહારી, છબી તારી અંતર ઠેરી. હો૦ ૪

મૂળ પદ

હો ગિરિધારી, હું છું થારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી