માફ કરો મહારાજ મુજને માફ કરો મહારાજ ૧/૧

માફ કરો મહારાજ મુજને, માફ કરો મહારાજ,
મોટા મોટું મન રાખીને, માફ કરો મહારાજ...ટેક.
ભૂલ્યો કરી છે કરતો રહ્યો છું, થયો છું દુઃખીયો આજ;
તમારો જાણીને દયા કરો હરિ, સુધારો મારું કાજ...માફ૦ ૧
પંચવિષયની પીડા ટાળો, આપો તવ સુખ સાજ;
જ્ઞાન તમારું દઇને વ્હાલમ, કરોને સુખિયો આજ...માફ૦ ૨
સંકલ્પો મારા ટાળવા કાજે, કરો સંકલ્પ મહારાજ;
દીન તમારો દાસ જાણીને, સુણજો મારો અવાજ...માફ૦ ૩
જ્ઞાનજીવન છે ગરીબ તમારો, તમે છો ગરીબનવાઝ;
કરો દાતારી દીન-દુઃખીયા પર, ટાળો ભીખારી આજ...માફ૦ ૪

મૂળ પદ

માફ કરો મહારાજ મુજને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કેદારો
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0