દિવાળીનો છે દિન રૂડો, કરી પ્રીત પધાર્યા ઘરે કાનુડો ૩/૪

દિવાળીનો છે દિન રૂડો, કરી પ્રીત પધાર્યા ઘરે કાનુડો,
જી હો સાહેલી. દિ૦
કાનકુંવર વર કેસરીઓ, ભાવે મંદિર આવ્યો રંગ ભરીઓ. જી૦ ૧
આગળ ઉભો મારે આવીને, લીધો ઉર પર મોતીડે વધાવીને. જી૦ ર
આજ બ્રહ્માનંદ કહે રંગ ઢળિયો, પ્રેમે મળિયો નટવર પાતળિયો. જી૦ ૩

મૂળ પદ

આજ સપરમો દિન સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી