નંદના નંદનથી રે, લાગ્યો મારે નેહડો રે ૧/૪

નંદના નંદનથી રે, લાગ્યો મારે નેહડો રે ;
હવે ઘરનું કામ ન લાગે રે હાથ.
મંદિરિયામાં રે'તાં રે, મુને ગમતું નથી રે ;
જાઇશ હું તો શામળિયાને રે સાથે નંદના૦ ૧
પાતળિયે તો હેરી રે, આજ મુને પ્રીતમાં રે,
તેણે મારા પરવશ થઇ ગયા પ્રાણ ;
હવે હું ઓશિયાળીરે, નહીં બેની કોઇ તણીરે,
થઇ મારે અલબેલાથી ઓળખાણ. નંદના૦ ર
પેચાળી રૂપાળી રે, ભાળી એની પાઘડી રે,
ઉપરણીની શોભા કહી નવ જાય ;
નવલ કલંગી રે, જડી હીરા મોતીએ રે,
છોગું આવી ખુંતું છે ચિત્તડાંની માંય. નંદના૦ ૩
દેખીને દીવાની રે, જેવી બેની ! હું થઇ રે,
છેલાજીની અજબ અલૌકિક ચાલ,
બ્રહ્માનંદને વહાલે રે, મનડું વેંધિયું રે ;
લટકાળે ડોલરીએ નંદલાલ. નંદના૦ ૪

મૂળ પદ

નંદના નંદનથી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી