શી કહું શોભા રે, સુંદર શ્યામની રે ૨/૪

શી કહું શોભા રે, સુંદર શ્યામની રે ;
રસિક સલૂણું વહાલાજીનું રૂપ.
બાજુબંધ બાંધ્યાં રે, નૌતમ બેરખા રે ;
પેહેર્યાં કાને કુંડળ પરમ અનૂપ. શી કહું૦ ૧
કેસરનું કીધું રે, તિલક કોડામણું રે ;
બાંધી માથે નવલ કસુંબી ઝીણી પાઘ.
ફરતાં તો મેલ્યાં રે, છોગાં રુડાં ફૂલનાં રે ;
રસિયોજી મોરલીમાં આલાપે રાગ. શી કહું૦ ર
નલવટ રેખા રે, શોભે નોંખી ભાતની રે ;
શ્યામ બિંદુ વામ શ્રવણ છબી દેત.
અતિ ને રૂપાળી રે, રાતી હરિની આંખડીરે ;
હેરે કાનો વ્રજજનને કરી હેત. શી કહું૦ ૩
ફૂલના દડાને રે, છેલ ઉછાળતા રે ;
સામા મળીયા શેરડીએ ઘનશ્યામ.
બ્રહ્માનંદને વહાલે રે, બોલાવી બહુ પ્રેમમાં રે ;
થયો છે મારા અંતરમાંહી આરામ. શી કહું૦ ૪

મૂળ પદ

નંદના નંદનથી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી