શામળિયા સંગાથે રે, બાંધી મેં તો પ્રીતડી રે ૩/૪

શામળિયા સંગાથે રે, બાંધી મેં તો પ્રીતડી રે ;
એથી હવે છેટે કેમ રહેવાય.
મહા ને મનોહર રે, છેલાજીની મૂરતી રે ;
જોતાં જોતાં નેણ તૃપત નવ થાય. શ્યા૦ ૧
મોળીડુંને બાંઘ્યું રે, મોંઘા મૂલનું રે ;
લટકે કલંગી ખુબીદાર.
ફૂલડાંના છોગાં રે, મેલ્યાં વાલે ફુટડાં રે ;
હૈડે રાજે ફૂલડાંના નૌતમ હાર. શ્યા૦ ર
મરમાળી હાંસી રે, મોહન લાલની રે ;
વહાલા વહાલા મુખનાં સુંદર વેણ.
કેઠે કેડે ડોલું રે, રંગભીના કાનને રે ;
કેનું હવે હું નહીં માનું કેણ. શ્યા૦ ૩
હૈડામાંહી ખુત્યાં રે, લટકાં એનાં હાથનાં રે ;
કાજુ એના નવલ દુસાલાની રે કોર.
બ્રહ્માનંદનો વહાલો રે, છેલો અલબેલડો રે ;
છે જો કાનો ચિત્તડા કેરો રે ચોર. શ્યા૦ ૪

મૂળ પદ

નંદના નંદનથી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી