માતાજી જશોદા રે, મેલો ઘર માહરે રે ૪/૪

માતાજી જશોદા રે, મેલો ઘર માહરે રે ;
કાનજીને મહીડું વલોવા કાજ.
ઘરના તે માણસ રે, કોઇ મારે ઘેર નથી રે ;
એકલી હું મંદિરિયામાં છું આજ. મા૦ ૧
મોટી ગોળી મહીની રે, હું કાંઇક નાનડી રે ;
ઝાઝૂં મારે હાથુંમાં નહીં જોર.
તે માટે વલોવા રે, સામું નેત્રુ તાણવા રે ;
કહોને આવે ઘડીએક નંદકિશોર. મા૦ ર
અમારે તમારે રે, ભેળીસારો આદનો રે ;
અમને ના'વે બીજાનો ઇતબાર.
તે સારૂ તમારા રે લાલને મોકલો રે ;
વલોણામાં ઝાઝી નથી કાંઇ વાર. મા૦ ૩
ઝાઝું મહીમાખણ રે, આપીશ હું તો જમવા રે ;
ભાવે તેવાં ભોજન દૂધ ને ભાત.
બ્રહ્માનંદના વહાલાની રે, ફકર મા રાખજો રે ;
રાજી થઇને રહેશે તો રાખશું રાત. મા૦ ૪

મૂળ પદ

નંદના નંદનથી રે

મળતા રાગ

રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

લટકાળા તારે લટકે રે  (૦૦-૪૦)

કાનુડા કેડે ચાલી રે (૦૬-૪૦)

માતાજી જસોદા રે(૧૧-૦૦)

રાજ મારે રે મંદિરીયે તમે રહો(૨૧-૧૦)

વાલો વધાવું મારો વાલો વધાવું(૨૪-૪૦)

વાતલડી રહોને રાતલડી(૨૭-૧૨)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૨
Studio
Audio
0
0