છોગલું તારું, છોગલું તારું, છોગલું તારું, રંગીલું છોગલું તારું ૪/૪

છોગલું તારું, છોગલું તારું, છોગલું તારું, રંગીલું છોગલું તારું;
	લોભાણું મનડું મારું રે, રંગીલું છોગલું તારું...ટેક.
લાલા નંદજીના લહેરી, ફેંટો છબીદાર સોનેરી;
	જોઈને લઈ શોભા, ત્રિલોકની વારું...રંગીલું૦ ૧
મોળીડું બાંધ્યું તાણી, છબી નવ જાય વખાણી;
	નેણું કેરી રેખ રાતી, જોઈ ઉરમાં ધારું...રંગીલું૦ ૨
મોતીની માળા ધારી, છબી ત્રૈલોકથી ન્યારી;
	ગુણીયલ રૂપ અલૌકિક કામણગારું...રંગીલું૦ ૩
કેસર તિલક કીધું, જોઈ મારું કારજ સીધ્યું;
	પાતળિયા પ્રાણ થકી બ્રહ્માનંદને પ્યારું...રંગીલું૦ ૪
 

મૂળ પદ

કાનસેં નેડો

મળતા રાગ

કરાઈડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0