દેજયો દેજયો એક તમારો આનદ મારા પ્યારા સહજાનંદ, ૧/૧

દેજયો દેજયો એક તમારો આનંદ, મારા પ્યારા સહજાનંદ,
બીજું દેશો નહિ મુજને, કહું પ્રેમે પિયા તુજને,
રાખો રાખો હરિ હવે તદ્રૂપ, કર્તાપણે રહો ભૂપ...બીજું૦ ટેક
તમારામય મારે રહેવું છે અખંડ હરિ(ર),
સત્તારૂપે રહી મારે ભૂલવું છે પિંડ હરિ(ર),
ખેંચો-ખેંચો મારી વૃત્તિ તુજમાંય, જેથી તુજમાં રહેવાય...બીજું-૧
તમારા સ્વરૂપે મને સ્થિર કરી રાખજો(ર),
માયાના સહુ બંધન પિયા તોડી નાખજો(ર),
છોડો-છોડો મારી જડસુખ ગાંઠ, પાડો દિવ્યાનંદ ગાંઠ...બીજું-૨
અનુભવું એક હરિ રાતદિન તુજને(ર),
એવું કરી આપો વાલા, દયા કરી મુજને(ર),
વારે-વારે કહે જ્ઞાનજીવન, આપું તમને તન-મન...બીજું-૩

મૂળ પદ

દેજયો દેજયો એક તમારો આનંદ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી