છોગાળા છેલ છબીલા, રાજેશ્વર કાન રંગીલા ૩/૪

છોગાળા છેલ છબીલા, રાજેશ્વર કાન રંગીલા.    છો ૦ટેક
મીઠી મુખ મોરલી વાતા, આવો રંગડાના રાતા ;સલૂણા દિલના સાખી રે, રહું નિત્ય આંખમાં રાખી.     છો૦ ૧
લાગી તારા મુખની માયા, રૂપાળા વ્રજના રાયા ;બોલાવો રાવલી જાણી રે, હું તો તારે હાથ વેચાણી.   છો૦ ર
દેખીને મૂરતિ તારી, નાંખું મારૂં તનડું વારી ;વહાલા બ્રહ્માનંદના પ્યારા રે, રહોમાં ઘડી નાથજી ન્યારા.  છો૦ ૩ 

મૂળ પદ

મુને તારી મોહની લાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી