રે વેચાણી હું હરિવરને હાથે, નેડો લાગ્યો નંદના નંદન સાથે રે ૧/૪

રે વેચાણી હું હરિવરને હાથે, નેડો લાગ્યો નંદના નંદન સાથે રે. વે૦ ટેક૦
રે વહાલીડાના મુખડાની વાણી, સુણી હું તો એમાં પ્રોવાણી રે. વે૦ ૧
રે રસીલાની મૂર્તિ રૂપાળી, મોહ્યું મન છોગલિયું ભાળી રે. વે૦ ર
રે વેંધાણી હું મરમાળે વેણે, લોભાણી હું ડોલરિયે નેણે રે. વે૦ ૩
રે વાયે મુખ મોરલડી ઘેરી, બ્રહ્માનંદનો વહાલો લેહેરી રે. વે૦ ૪

મૂળ પદ

રે વેચાણી હું હરિવરને હાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
1