રે મંદિર આવોને માવા, પ્રેમે મુને અધરામૃત પાવા રે ૩/૪

રે મંદિર આવોને માવા, પ્રેમે મુને અધરામૃત પાવા રે. મં૦ ટેક.
રે તમ સંગ માન્યું મન મારું, નિમખ એક રે'તુ નથી ન્યારું રે. મં૦ ૧
રે તમ વિના બીજું નથી ગમતું, રહે છે મન કેડે કેડે ભમતું રે. મં૦ ર
રે જીવું છું મુખડાને જોતી, છોજી મારે નથડીનું મોતી રે. મં૦ ૩
રે બ્રહ્માનંદના વહાલા વારી, મોહન તમે સર્વે નિધિ મારી રે. મં૦ ૪

મૂળ પદ

રે વેચાણી હું હરિવરને હાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી