રે રજની જાગ્યા કે સંગે, રંગાણા છો તેને રંગે ૪/૪

રે રજની જાગ્યા કે સંગે, રંગાણા છો તેને રંગે રે. ર૦ ટેક.
રે અચંભો થાય છે અમને, એવી કુણ ભરમાવ્યા તમને રે. ર૦ ૧
રે રંગીલી નૌતમ રૂપાળી, મીઠાંબોલી અંતર મરમાળી રે. ર૦ ર
રે તેથી ક્ષણું દૂર નથી રહેતા, બીજાની તો ખબર નથી લેતા રે. ર૦ ૩
રે બ્રહ્માનંદના વહાલાત્યાગી, તેની તમને લાલચડી લાગી રે. ર૦ ૪

મૂળ પદ

રે વેચાણી હું હરિવરને હાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી