લટકાળા હું લોભાણી રે, નંદના તારા નેણામાં ૨/૪

લટકાળા હું લોભાણી રે, નંદના તારા નેણામાં ;
વણમૂલે હું વેંચાણી રે, વાલીડા મીઠાં વેણામાં. ટેક.
ચોલ કસુંબી ફેંટે રંગડાની ચટકી, હવે જોઇને હું જગથી હટકી રે. નં.૦ ૧
રંગડો લાગ્યો મુને નટવર તારો, તેણે થયો છે સંસારિયો ખારો રે. નં.૦ ર
છોગલીયું રે શિર શોભીને રહ્યું છે, મારૂં મન ઘાયલ થયું છે રે. નં.૦ ૩
બ્રહ્માનંદના નાથ તરંગી, કાજુ રાજે છે નવલ કલંગી રે. નં.૦ ૪

મૂળ પદ

ગોવાલીડે ઘેલી કીધી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી