તારી લાલચ મુને લાગી રે, નંદના તારા નેણામાં ૩/૪

તારી લાલચ મુને લાગી રે, વ્રજના જીવન વિસામા ;
મારે અંતર પ્રીતિ જાગી રે, જોઇને જરકસિયા જામા. ટેક.
ભૂધર તારું છોગું ભાળ્યું, તે દહાડાથી તનસુખ ટાળ્યું રે. વ્ર૦ ૧
જોવા નેણ રહે અકળાતાં, નથી ઘૂંઘટમાંહી સમાતાં રે. વ્ર૦ર
રટના લાગી છે તારે સુંદર રેંટે, ભૂલી ચિત્તડું ન જાય પળ છેટે રે. વ્ર૦ ૩
બ્રહ્માનંદ કહે જોવાની શોખે, હું તો આવીને ઉભી છું ગોખે રે. વ્ર૦ ૪

મૂળ પદ

ગોવાલીડે ઘેલી કીધી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી