ગિરિધારીડા જાઉં હું તો ઘોળી રે, નટવર મોલીડાં માથે ૪/૪

ગિરિધારીડા જાઉં હું તો ઘોળી રે, નટવર મોલીડાં માથે ;
મેં તો સગપણ કીધું છે ખોળી રે, શામળિયા વહાલા ! તમ સાથે. 
દેખું નહીં હું તો બીજા કોઇને, પ્રીતલડી કીધી છે જોઇને રે.         ન૦ ૧
મહાલીશ તમ સંગ શંકા મેલી, છોને કહેતા મુને દુરિજન ઘેલી રે.  ન૦ ર
મોહન તમથી મનડું બંધાણું, જગ તરણા સરખો જાણું રે.  ન૦ ૩
બ્રહ્માનંદ કહે લાગલ નેડો, ભવપાર ઉતાર્યો મારો બેડો રે.         ન૦ ૪ 

મૂળ પદ

ગોવાલીડે ઘેલી કીધી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી