આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું ૨/૪

 

આંખડલીમાં રાખું છબીલો વહાલો આંખડલીમાં રાખું.
રંગના ભીના રસીલા કાન કુંવર કેરો, અધર અમૃત રસ ચાખું. છ૦ ૧
પ્રાણજીવન સાથે પ્રીત કરીને, દીન વચન શીદ ભાખું. છ૦ ર
રસિયોગુમાની વહાલો રાજી રહેજો, મર લોક દુભાતાં છોને લાખું. છ૦ ૩
બ્રહ્માનંદનો પ્યારો મનડાની જાણે, મુખથકી તે શું કહી દાખું.  છ૦ ૪

મૂળ પદ

પ્રાણ થકી છે મુને પ્યારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી