હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને, હરિવર હીરલો લાધ્યો ૪/૪

હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને, હરિવર હીરલો લાધ્યો-ટેક.
	હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક,
		માંઘામૂલો છબીલો માધો...મંદિરમાં૦ ૧
	ખાતાં પીતાં સૂતાં બેઠાં સ્વપ્નામાં,
		અળગો ન મેલું ક્ષણું આઘો...મંદિરમાં૦ ૨
	કોડે કોડે રે ઝાઝા જતન કરીને,
		મારા જીવ સંગાથે મેં તો બાંધ્યો...મંદિરમાં૦ ૩
	બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું,
		બેની જેમ ગુંગે ગુડ ખાધો...મંદિરમાં૦ ૪
 

મૂળ પદ

પ્રાણ થકી છે મુને પ્યારો

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧

હરિવર હીરલો રે (૦૦-૦૦)

નોન સ્ટોપ-૫
હરિવર હીરલો રે  (૧૮-૩૮)
નોન સ્ટોપ-૬

હરિવર હીરલો રે   (૩૧-૩૫)

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- કહેવાય છે કે ઉપરોક્ત પ્રસ્તુત પદ અતિ કરુણાર્દ કંઠે ગવાતાં શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં અને બ્રહ્માનંદસ્વામીના ગળામાં ગુલાબનો હાર પહેરાવી ભેટી પડ્યા. ત્યાં તો સ્વામીની વિરહાત્મક નિધિમાં અત્યાનંદની ભરતી આવી અને એ પ્રગટાનંદમાં પ્રેમઘેલા બની સ્વામીએ આનંદાત્મક એક બીજું કીર્તન ઉપાડ્યું. આ રહ્યું એ પતિતપાવનના પ્રસંગે પાવન થયેલું આ પદ.

વિવેચન

ભાવાર્થઃ- બ્રહ્માનંદસ્વામીની પરાકાષ્ઠાએ પહોંચેલી ભાવનાસભર આર્તવાણીથી શ્રીજી મહારાજ ગોપીનાથજીની મૂર્તિમાંથી પ્રગટ થયા. અને બ્રહ્માનંદસ્વામીને ફૂલનો હાર પહેરાવી ભેટી પડ્યા. અંતિમ દર્શનથી વંછિત રહેલા બ્રહ્મમુનિ શ્રીજીનાં પ્રત્યક્ષ દર્શન થતાં અત્યાનંદથી નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. ઘેરા સાદે નીકળતો કરુણસ્વર હર્ષોલ્લાસમાં પરિણમ્યો. જેમ કોઈ દરિદ્રને હીરો મળે ને જે આનંદ થાય એથીયે અદકેરા આનંદ સાથે સ્વામી કહે છે કે ‘હરિવર હીરલો લાધ્યો’ મને આ ગોપીનાથજીના જ મંદિરમાં હાથ આવેલો હીરો અદ્ભુત છે, અલૌલિક છે. અઢળક નાણાં આપતાં તો શું? પરંતુ સો માથાં આપતાં પણ શ્રીહરિરૂપ હીરલો મળવો મુશ્કેલ છે. એવો અમૂલ્ય હીરો મને મળ્યો છે. હવે તો હું તેને ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, હાલતાં-ચાલતાં, કે સ્વપનામાંય હું એને એક ક્ષણ પણ અળગો નહીં મેલું. II૧-૨II આનંદપૂર્વક અને હેતપૂર્વક ખૂબ જ જતન કરીને મેં મારા જીવ સાથે આ ભગવાનને જોડી દીધા છે. અર્થાત્ મને મળેલા પ્રગટ ભગવાનની સાથે મેં મારા જીવને જોડી દીધો છે. સ્વામી પોતાની સૈયરુંઓને (પાંચસો પરમહંસ) કહે છે કે આ અલબેલા અવિનાશી એવા સહજાનંદજીના હું શાં વખાણ કરું ? પ્રગટ ભગવાનને પામ્યાની અનુભૂતિ શબ્દોમાં કરી શકાતી જ નથી. જેમ ગુંગો ગોળ ખાધા પછી ગોળના વખાણ નથી કરી શક્તો, તેમ પ્રત્યક્ષાનંદની અનુભૂતિ પામનારા પ્રેમીની પણ તેવી જ પરિસ્થિતિ હોય છે. II૩-૪II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં ભગવાન મળ્યાનો પ્રત્યક્ષાનંદ ઝીલાયો છે. કવિએ સ્વેષ્ટદેવને હીરા તરીકે સંબોધી નિર્ધનિયાને અમૂલ્ય હીરો લાધતાં જે આનંદની અનુભૂતિ થાય એથીયે અદ્કેરા અત્યાનંદની અનુભૂતિ શબ્દ લાલિત્યમાં કરાવી છે. પદઢાળ લોક્ભોગ્ય છે. તાલ હીંચ છે. લય આનંદિત (ચંચળ) છે. પદ સુગેય છે. નિશદિન ગાવાથી હૈયું હિલોળતું રહે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
1