હે વાલમ મેં તો લીધી તારી વાટ તુંને મળવા માટ, ૧/૧

 હે વાલમ મેં તો લીધી તારી વાટ, તુંને મળવા માટ;
	વચમાં નડે છે મને નબળા આ ઘાટ;
	કરો કૃપા વહાલા મારા ટાળોને ઉચાટ...હે વાલમ૦ ટેક.
મળવું છે તમને, ગમવું છે તમને, નમવું છે તમને, પામવું છે તમને;
પિયુ તારે માટે હું તો, અખંડ કરું ઘાટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૧
સેવવા છે તમને, ભેટવા છે તમને, ચૂમવા છે તમને, રાખવા છે તમને;
ઢાળી તારે માટે મેં તો, હૈયા કેરી ખાટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૨
સદા ગાવું તમને, કામ આવું તમને, હૈયે લાવું તમને, સોંપાવું છે તમને;
જ્ઞાનજીવન સરજાણી, હું તો તારે માટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૩ 
 

મૂળ પદ

હે વાલમ મેં તો લીધી તારી વાટ

મળતા રાગ

પહાડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0