મારા હું ને તુમા પ્રકાશો બીજી મારી ના પુરો આશો, ૧/૧

મારા હું ને તુંમાં પ્રકાશો, બીજી મારી ના પુરો આશો,
હાથ જોડીને કહું છું હરિ, માનજો મારું દયા કરી...ટેક
આતો કરવાનું નાથ તમારે, નથી વાલીડા કરવાનું મારે,
તમારે કરવાનું તમથી જ થાય...માનજો૦ ૧
યુગો રે યુગનું ભટકણ મારુ, ટાળવા માટે તમને પોકારુ,
સુણજો મારો સાદ સ્નેહીડા...માનજો૦ ૨
સ્વભાવ મારો છોડાવો હવે, પરભાવમાં મને જોડાવો હવે,
કહું છું તમને કળકળીને...માનજો૦ ૩
જ્ઞાનજીવન છે તમારે શરણે, રાખજો કેવળ તમારે ચરણે,
બીજું તો કાંઇ માગતો નથી...માનજો૦ ૪

મૂળ પદ

મારા હું ને તુંમાં પ્રકાશો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી